Share:
Latest News
Download Book
Download Screensavers

News

પાટણવાવ ખાતે ગ્લાઇડિંગ,પર્વતારોહણ શરૂ કરવા વિચારણા


રાજકોટના પાટણવાવ ખાતે આવેલા પ્રાકૃતિક અને રમણીય સ્થળ ઓસમડુંગર ખાતે પેરાગ્લાઇડિઁગ તથા રોક કલાઇંમ્બિંગ શરૂ કરવા જિલ્લા વહીવટીતંત્રે વિચારણા શરૂ કરી તેનો ફિઝિબિલિટી રિપોર્ટ બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે ઉપરાંત રાજકોટ શહેરમાં એક અને જિલ્લામાં બે એમ કુલ ત્રણ હેરિટેજ ટૂર પણ શરૂ કરાશે.

પાંડવો સાથે જોડાયેલી સૌરાષ્ટ્રની આ જગ્યા વિશે જાણો છો?

સૌરાષ્ટ્રમાં આવેલા એક એવા સ્થળની વાત કરવી છે જેનું નામ પાંડવો સાથે જોડાયેલું છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત અને તેની આસપાસ પૌરાણિક સ્થળોની આ વાત છે.

માન્યતા પ્રમાણે ધોરાજીના પાટણવાવ ગામ પાસે આવેલા આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના અનેક અવશેષો મોજુદ છે. પાંડવોએ વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રહ્યાં હતા. રસપ્રદ માન્યતા મુજબ પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે મળી ગઈ હતી. બન્નેના પ્રેમલાપ દરમિયાન ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજ પણ તળેટીમાં મોજુદ છે.

ઓસમ ડુંગર બનશે મિની આબુ, ઓસમ પર્વત પર વિશાળ સ્ટેજ, બગીચો, ક્રીંડાગણ અને લેન્ડ સ્કેપિંગ વિકસાવાશે

જ્યારે ઓસમ ડુંગર પર રૃા.૬ કરોડના ખર્ચે મિની માઉન્ટ આબુ જેવો વિકાસ કરવાની પરિકલ્પના છે. લોકવાયકા મુજબ આ ડુંગર પર પાંડવોએ વાસ કર્યો હતો. હિડમ્બાનો હીંચકો, ભીમની થાળી તેના પૂરાવારૃપ છે. ઉપરાંત, પૌરાણિક શિવમંદિર, માત્રી માતાજી મંદિર પણ છે અને ગોંડલ સ્ટેટ વખતની પોલીસ ચોકી પણ મોજૂદ છે. અહીં શ્રી યંત્ર અને શિવલીંગના સમન્વય સાથેનો વિશાળ મંચ, બાલક્રિડાંગણ, તળાવ વિકાસ, ક્લાઇમ્બર પોઇન્ટનો વિકાસ વગેરે કાર્યો હાથ ધરાશે. રૃા.૨.૫૫ કરોડની આવેલી ગ્રાન્ટમાંથી સ્ટેજ અને એન્ટ્રી પ્લાઝાના કામ પૂર્ણતાના આરે છે.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------

ઓસમ ડુંગરનો રૂ. ૬ કરોડના ખર્ચે વિકાસ >>

ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં આવેલા ઐતિહાસકિ ઓસમ ડુંગરનો રાજય સરકારે પ્રવાસના સ્થળ તરીકે તેનો સવાôગી વિકાસ કરવાનું નકકી કર્યું છે. રૂ. ૬ કરોડના ખર્ચે જુદા જુદા કામ હાથ ધરવામાં આવશે. રાજકોટમાં વહીવટીતંત્ર તરફથી ઇશ્વરિયાપાર્ક ઉભો કરવામાં આવ્યો તેવી જ રીતે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ રાજયસરકાર તરફથી તબક્કાવાર ગ્રાન્ટ મળતાં કામગીરી શરૂ કરી દેવાશે. હાલ દ્વિમાર્ગી રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------

પાટણવાવનાંઓસમડુંગરનેપ્રવાસનસ્થળતરીકેવિકસાવવાકવાયત >>

મહાભારત કાળનો ઐતિહાસિક વારસો સંઘરીને બેઠેલા ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગરનો રાજય સરકારે પ્રવાસન ધામમાં સમાવેશ કરીને તેનાં સર્વાંગી વિકાસ માટે કવાયત હાથ ધરી છે. ધોરાજીથી પાટણવાવ ગામ સુધીના રસ્તાના નવીનીકરણથી માંડીને ઓસમ ડુંગરનાં પૌરાણીક વારસાની જાળવણી સુધીની યોજના માટે વહિવટી તંત્રએ કવાયત હાથ ધરી છે. ચડવા-ઉતરવા નવા પગથીયા, ઉપર-નીચે બે ધર્મશાળા બનાવાશેઃ પૌરાણિક વારસાની જાળવણીની યોજના